GPSSB Talati Confirmation Form 2023. Now Let us further discuss the completed information of GPSSB Talati Confirmation Form. GPSSB Talati Confirmation Form Official website @https://ojas.gujarat.gov.in/, OJAS BHARTI Official provides to you all Details.
Talati Confirmation Form Apply Online / Fill up Important Updates
તલાટીની પરીક્ષા (Talati exam 2023) માટેની નવી તારીખ જાહેર થઇ ચૂકી છે. પહેલા આ પરીક્ષા 30 એપ્રિલના રોજ લેવાવાની હતી પરંતુ હવે આ પરીક્ષાની ફાઇનલ તારીખ જાહેર થઇ ગઇ છે. તલાટીની પરીક્ષા 7 મી મે ના રોજ યોજાનાર છે.
મહત્વની વાત છે કે આ વખતે એ જ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની તક મળશે જેમણે અગાઉથી કન્ફર્મેશન આપ્યુ હશે. આ માટે ઉમેદવારોએ અગાઉથી એક કન્ફર્મેશન ફોર્મ ભરવાનું રહેેશે. સરકારે આ નિર્ણય સંસાધનોનો વેડફાટ ન થાય તે માટે લીધો છે.
Important Links
Apply For Confirmation Form | Click Here |
કન્ફર્મેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
પરીક્ષા આપવા બાબતે સંમતિ ફોર્મ OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવ્યુ છે. જે માટે ઉમેદવારે OJAS વેબસાઇટ ઉપરના HOME PAGE ઉપર NOTICE BOARD સેકશનમાં જાહેરાત ક્રમાંક -10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની 07-05-2023 ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહિં કલીક કરો”. ઉપર કલીક કરી લોગીન કરવાનું રહેશે.
ઓજસ વેબસાઇટ ઉપર ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરીને જાહેરાત ક્રમાંક -10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ તા. 13.04.2023 ના રોજ બપોરે 4 વાગ્યેથી 20-4-2023 ના રોજ સવારે 11 સુધીમાં ભરવાનું રહેશે.